1. નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી લખો.
1. વનસ્પતિ પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયા દ્વારા પોતાનો ખોરાક શામાંથી તૈયાર કરે છે?
A. ઓક્સિજન અને હરિતદ્રવ્ય B. કાર્બન ડાયોક્સાઈડ અને ઓક્સિજન
C. કાર્બન ડાયોક્સાઈડ અને પાણી D. ઓક્સિજન અને પાણી
2. વનસ્પતિને તેની પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયામાં કયા ઘટક ની જરૂર નથી?
A. સૂર્યપ્રકાશ B. હરિતદ્રવ્ય C. કાર્બન ડાયોક્સાઈડ D. ઓક્સિજન
3. કઈ વનસ્પતિ કીટકોને ફસાવી તેમાંથી પોષણ મેળવે છે?
A. અમરવેલ B. કળશપર્ણ C. લાઇકેન D. મશરૂમ
4. નીચેના પૈકી કઈ પરોપજીવી વનસ્પતિ છે?
A. અડુની વેલ B. કળશપર્ણ C. અમરવેલ D. બિલાડીનો ટોપ
5. નીચેના પૈકી કઈ મૃતોપજીવી વનસ્પતિ છે?
A. ફૂગ B. અમરવેલ C. કળશપર્ણ D. વાંસ
6. નીચેના પૈકી કઈ વનસ્પતિ માં હરિતદ્રવ્ય હોય છે?
A. ફૂગ B. લીલ C. અમરવેલ D. મશરૂમ
7. લાઈકેન એ કયા બે સજીવો વચ્ચેનું સહજીવન છે?
A. લીલ અને ફૂગ B. ફૂગ અને બેક્ટેરિયા C. બેક્ટેરિયા અને લીલ D. બેક્ટેરિયા અને પ્રજીવ
8. વનસ્પતિની પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયામાં અંતિમ પેદાશો કઈ છે?
A. કાર્બન ડાયોક્સાઇડ અને પાણી B. સ્ટાર્ચ અને કાર્બન ડાયોક્સાઇડ
C. કાર્બોદિત અને ઓક્સિજન D. ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ
2. ખાલી જગ્યા પૂરો.
1. લીલી વનસ્પતિ સ્વાવલંબી કહેવાય છે, કારણ કે તેઓ પોતાનો ખોરાક જાતે બનાવે છે.
2. વનસ્પતિ દ્વારા બનાવેલ ખોરાક સ્ટાર્ચ સ્વરૂપે સંગ્રહ પામે છે.
3. પ્રકાશસંશ્લેષણમાં સૂર્ય ઊર્જા હરિતદ્રવ્ય નામના રંજકદ્રવ્ય દ્વારા શોષણ પામે છે.
4. પ્રકાશસંશ્લેષણ દરમિયાન વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ વાયુ લે છે અને ઓક્સિજન વાયુ મુક્ત કરે છે.
5. પર્ણને વનસ્પતિનું રસોડું કહે છે.
6. વનસ્પતિના પર્ણોમાં રહેલા લીલા રંગના રંજકદ્રવ્યને હરિતદ્રવ્ય કહે છે.
7. વનસ્પતિ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ મુખ્યત્વે પર્ણ દ્વારા લે છે.
8. વનસ્પતિમાં જમીનમાંથી પાણી અને ખનીજ ક્ષારોનું શોષણ કરવાનું કાર્ય મૂળ કરે છે.
9. લીલ અને ફૂગના સહજીવન જીવતા સજીવને લાઈકેન કહે છે.
10. પર્ણમાં સ્ટાર્ચની હાજરી તપાસવા આયોડિનનું દ્રાવણ વપરાય છે.
3. નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર લખો.
1. જે સજીવો પોતાનો ખોરાક જાતે બનાવે છે તેવા સજીવોને શું કહે છે?
સ્વાવલંબી
2. વનસ્પતિના પર્ણોની સપાટી પર આવેલા નાનાં છિદ્રોને શું કહે છે?
પર્ણરંધ્રો
3. કાર્બોદિત પદાર્થોના ઘટક તત્વો કયાં છે?
કાર્બન, હાઈડ્રોજન, ઑક્સિજન
4. પ્રોટીનમાં કાર્બન, હાઈડ્રોજન, ઓક્સિજન ઉપરાંત કયું તત્વ હોય છે?
નાઇટ્રોજન
5. બિલાડીનો ટોપ કયા પ્રકારનું પોષણ મેળવે છે?
મૃતોપજીવી
6. અમરવેલ વનસ્પતિ કયા પ્રકારનું પોષણ મેળવે છે?
પરોપજીવી
7. કીટાહારી વનસ્પતિનું એક ઉદાહરણ આપો.
કળશપર્ણ,
8. કઠોળ વર્ગની વનસ્પતિનાં મૂળમાં કયા પ્રકારના બેક્ટેરિયા નાઇટ્રોજનનું સ્થાપન કરે છે?
રાઇઝોબિયમ
9. કઈ ફૂગ ખોરાકમાં ઉપયોગમાં લેવાય છે?
યીસ્ટ અને મશરૂમ
10. ફૂગથી મનુષ્યમાં થતા રોગોના નામ જણાવો.
દાદર,ખસ,ખરજવું
4. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો.
1. વનસ્પતિ પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ વાયુ હવામાં મુક્ત કરે છે.
2. જે વનસ્પતિઓ પોતાનો ખોરાક જાતે બનાવે છે, તેને મૃતોપજીવી કહે છે.
3. પ્રોટીનએ પ્રકાશસંશ્લેષણની પેદાશ નથી.
4. પ્રકાશસંશ્લેષણ દરમિયાન સૂર્યઊર્જાનું રાસાયણિક ઊર્જામાં રૂપાંતર થાય છે.
5. પર્ણના પર્ણરંધ્રોની આસપાસ રક્ષક કોષો આવેલા છે.
6. મૂળને વનસ્પતિનું રસોડું કહે છે.
7. પ્રોટીનએ પ્રકાશસંશ્લેષણની પેદાશ નથી.
8. મશરૂમ સહજીવી સજીવ છે.
9. અમરવેલ મૃતોપજીવી વનસ્પતિ છે.
10. રાઈઝોબિયમ બેક્ટેરિયા કઠોળ વર્ગની વનસ્પતિનાં પર્ણોમાં રહેલાં છે.
5. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો.
1. પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયા થવા માટે કયા કયા પદાર્થો જરૂરી છે?
પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થવા માટે સૂર્યપ્રકાશ, હરીતદ્રવ્ય, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી જરૂરી છે.
2. સ્ટાર્ચ શું છે?
સ્ટાર્ચ કાર્બોદિતનો એક પ્રકાર છે.
3. સ્ટાર્ચની કસોટી માટે શાનું દ્રાવણ વપરાય છે?
આયોડિનનું દ્રાવણ
4. હરિતદ્રવ્યનું કાર્ય શું છે?
હરીત દ્રવ્ય પ્રકાશસંશ્લેષણ માટે સૂર્યપ્રકાશની સૂર્યઊર્જાનું શોષણ કરે છે.
5. અમરવેલ શું છે ?
અમરવેલ પર્ણ વગરની, પીળાં પ્રકાંડવાળી અને કોઈ યજમાન વૃક્ષ પર વિકસતી પરોપજીવી વનસ્પતિ છે.
6. કીટાહારી વનસ્પતિ કોને કહે છે?
કેટલીક વનસ્પતિઓ છે કે જે કીટકોનો શિકાર કરીને તેનું પાચન કરી શકે છે. આ પ્રકારે પોષણ મેળવતી વનસ્પતિને કીટાહારી વનસ્પતિ કહે છે
7. પરોપજીવી પ્રાણીઓનાં બે ઉદાહરણ આપો.
મચ્છર, માંકડ, જુ, જળો, કરમિયાં
8. ફૂગ ક્યાં જોવા મળે છે?
ફૂગ વાસી રોટલી, વાસી બ્રેડ, અથાણાં, ચામડાની વસ્તુઓ અને ભેજવાળાં કપડાં પર જોવા મળે છે.
9. પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયાનું રાસાયણિક સમીકરણ લખો.
10. કળશપર્ણ એ લીલું છે અને પ્રકાશસંશ્લેષણ કરે છે, તો પછી શા માટે તે કીટકોનું ભક્ષણ કરે છે?
કળશપર્ણ જે જમીનમાં ઊગે છે તેમાંથી તેને જરૂરી નાઇટ્રોજન પોષક તત્વ પૂરતા પ્રમાણમાં નહીં મળતું હોવાથી તેની પૂર્તિ કરવા કીટકોનું ભક્ષણ કરે છે.
6. વ્યાખ્યા આપો.
1. પોષણ
સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને શરીરમાં તેનો ઉપયોગ કરવાની પ્રક્રિયાને પોષણ કહે છે.
2. પ્રકાશસંશ્લેષણ
લીલી વનસ્પતિ હરિતદ્રવ્ય અને સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોક્સાઈડ અને પાણીની મદદરૂપ કાર્બોદિત સ્વરૂપમાં ખોરાકનું સંશ્લેષણ કરે છે અને ઓક્સિજન વાયુ મુક્ત કરે છે. આ પ્રક્રિયાને પ્રકાશસંશ્લેષણ કહે છે.
3. સ્વાવલંબી પોષણ
લીલી વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પોતાનો ખોરાક જાતે બનાવે છે તેને સ્વાવલંબી પોષણ કહે છે.
4. પરોપજીવી સજીવ
કોઈ સજીવ યજમાનના શરીરમાંથી પોષણ મેળવે અને તેને નુકસાન પહોંચાડે, તો તેને પરોપજીવી સજીવ કહે છે.
5. મૃતોપજીવી વનસ્પતિ
મૃત અને સડી ગયેલ પદાર્થોમાંથી પોષણ મેળવતી વનસ્પતિને મૃતોપજીવી વનસ્પતિ કહે છે.
7. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો.
1. સજીવોને ખોરાક લેવાની જરૂર શા માટે હોય છે?
સજીવોને કાર્ય કરવા માટે જરૂરી શક્તિ મેળવવા, શરીરની વૃદ્ધિ અને વિકાસ કરવા, શરીરના ઘસારાની મરામત માટે તથા શરીરને તંદુરસ્ત અને નિરોગી રાખવા માટે ખોરાક લેવાની જરૂર હોય છે.
2. પર્ણમાં સ્ટાર્ચની હાજરી તમે કેવી રીતે ચકાસશો?
સૂર્યપ્રકાશમાં રહેલી વનસ્પતિનું એક લીલું પર્ણ તોડો.
પર્ણને પાણી ભરેલા બીકરમાં લઈ 5-6 મિનિટ માટે ઉકાળો.
પછી પર્ણને આલ્કોહોલ વડે બરાબર ધુઓ અને તેનો લીલો રંગ દૂર કરો.
આ પર્ણ પર બે ટીપાં આયોડિનનાં દ્રાવણનાં નાખી તેનો રંગ તપાસો.
પર્ણ નો રંગ ભૂરો કાળો થશે, જે પર્ણમાં સ્ટાર્ચની હાજરી સૂચવે છે.
3. લીલી વનસ્પતિમાં ખોરાક સંશ્લેષણની ક્રિયાનું ટૂંકમાં વર્ણન કરો.
લીલી વનસ્પતિનાં પર્ણોમાં લીલા રંગનું રંજકદ્રવ્ય આવેલું હોય છે.જેને હરિતદ્રવ્ય કહે છે.
તે પર્ણને સૂર્ય ઊર્જાનું શોષણ કરવામાં મદદરૂપ થાય છે.
આ ઊર્જા પર્ણમાં કાર્બન ડાયોક્સાઈડ અને પાણીમાંથી ખોરાક બનાવવામાં વપરાય છે.
લીલી વનસ્પતિ હરિતદ્રવ્ય અને સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોક્સાઈડ અને પાણીની મદદરૂપ કાર્બોદિત સ્વરૂપમાં ખોરાકનું સંશ્લેષણ કરે છે અને ઓક્સિજન વાયુ મુક્ત કરે છે. આ પ્રક્રિયાને પ્રકાશસંશ્લેષણ કહે છે.
4. પ્રકાશસંશ્લેષણની ગેરહાજરીમાં પૃથ્વી પર જીવન શક્ય નથી. આ વિધાન સમજાવો.
લીલી વનસ્પતિ સૂર્ય ઊર્જાનો ઉપયોગ કરી પ્રકાશસંશ્લેષણ દ્વારા ખોરાક બનાવે છે અને ઓક્સિજન વાયુ મુક્ત કરે છે.
પૃથ્વી પરનાં બધાં પ્રાણીઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ખોરાકની જરૂરિયાત માટે વનસ્પતિ પર આધારિત છે.
જો પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયા ન થાય,તો ખોરાક બનાવવાની ક્રિયા ન થાય અને ઓક્સિજન વાયુ ઉત્પન્ન ન થાય.પરિણામે સજીવો ખોરાક અને ઑક્સિજન વગર જીવી શકે નહિ. આમ, પ્રકાશસંશ્લેષણની ગેરહાજરીમાં પૃથ્વી પર જીવન શક્ય નથી.
5. વનસ્પતિ પ્રોટીનનું સંશ્લેષણ કેવી રીતે કરે છે?
વનસ્પતિ પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયા દ્વારા કાર્બોદિત પદાર્થોનું સંશ્લેષણ કરે છે.
કાર્બોદિત પદાર્થો કાર્બન, હાઈડ્રોજન અને ઓક્સિજનના બનેલા છે. તેનો ઉપયોગ પ્રોટીનના સંશ્લેષણ માટે કરવા નાઇટ્રોજનની જરૂર હોય છે.
વનસ્પતિ હવામાંના નાઈટ્રોજન વાયુનો સીધો ઉપયોગ કરી શકતી નથી. જમીનમાં કેટલાક બેક્ટેરિયા અને લીલ વાયુરૂપ નાઇટ્રોજનને ઉપયોગમાં લઈ શકાય તેવા સ્વરૂપમાં ફેરવી જમીનમાં મુક્ત કરે છે તેમજ ખેડૂતો જમીનમાં નાઇટ્રોજનયુક્ત ખાતરો નાખે છે. આ નાઈટ્રોજનના સંયોજનો પાણી સાથે વનસ્પતિ દ્વારા શોષાય છે. આવી રીતે વનસ્પતિ નાઇટ્રોજન મેળવી પ્રોટીનનું સંશ્લેષણ કરે છે.
6. લાલ, બદામી કે પીળાં પર્ણોવાળી વનસ્પતિ કેવી રીતે પ્રકાશસંશ્લેષણ કરે છે?
લાલ, બદામી કે પીળાં પર્ણોવાળી વનસ્પતિ લાલ, બદામી કે પીળાં રંજકદ્રવ્યો ધરાવે છે, જે હરિતદ્રવ્યને ઢાંકી દે છે. આમ પર્ણનો જે ભાગ લીલો નથી તે પણ હરિતદ્રવ્ય ધરાવે છે. આથી આવા રંગના પર્ણોમાં પણ હરિતદ્રવ્ય હોવાથી પ્રકાશસંશ્લેષણ થઈ શકે છે.
7. ફૂગ કઈ રીતે લાભકારક છે?
યીસ્ટ અને મશરૂમ નામની ફૂગ ખોરાકમાં વપરાય છે.
કેટલીક ફૂગ દવાના સ્ત્રોત તરીકે ઉપયોગી છે. દા.ત., પેનેસિલિયમ નામની ફૂગમાંથી પેનિસિલીન દવા મેળવવામાં આવે છે.
કેટલીક ફૂગ મૃત પદાર્થોનું વિઘટન કરે છે. આમ તે વિઘટકો તરીકે ઉપયોગી છે.
8. ફૂગ કઈ રીતે નુકસાનકારક છે?
અથાણાં, બ્રેડ, રોટલી જેવા ખાદ્ય પદાર્થો પર ફૂગ લાગતા તે અખાદ્ય બને છે.
ભેજવાળા વાતાવરણમાં કપડાં, લાકડું, પગરખાંને ફૂગ લાગતાં તે વસ્તુઓ બગડે છે.
ફૂગ થી મનુષ્યમાં દાદર, ખસ, ખરજવું જેવા રોગો થાય છે. ફુગથી વનસ્પતિમાં ગેરૂ અને અંગારિઓ રોગ થાય છે.
9. સહજીવન એટલે શું? એક ઉદાહરણ આપી સમજાવો.
બે સજીવો સાથે રહી જીવતા હોય તથા પોષક તત્વો અને વસવાટ એમ બંને માટે સહભાગી બને તે સંબંધને સહજીવન કહે છે.
સહ જીવન જીવતા બે સજીવો એકબીજાને લાભકારક હોય છે.
લાઈકેનમાં લીલ અને ફૂગ સહજીવન જોવા મળે છે. લીલ ફૂગને પ્રકાશસંશ્લેષણ દ્વારા ખોરાક પૂરો પાડે છે. જ્યારે ફૂગ લીલને વસવાટ, પાણી અને ખનીજ તત્વો આપે છે.
વનસ્પતિના મૂળ પર ફૂગ જોવા મળે છે. આ પણ સહજીવનનો સંબંધ છે. વનસ્પતિ એ ફૂગને પોષક તત્વો પુરાં પાડે છે. બદલામાં ફૂગ તેને પાણી અને પોષક તત્વો પૂરાં પાડે છે.
8. વૈજ્ઞાનિક કારણો આપી સમજાવો.
1. લીલ સ્વયંપોષી વનસ્પતિ છે.
લીલ હરિતદ્રવ્ય ધરાવે છે. આથી લીલ સૂર્ય શક્તિનું શોષણ કરી, કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરી પોતાનો ખોરાક જાતે બનાવી શકે છે. આમ તે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરતી હોવાથી લીલ સ્વયંપોષી વનસ્પતિ છે.
2. અમરવેલ પરોપજીવી વનસ્પતિ છે.
અમરવેલ પર્ણ વગરની પીળા રંગના પ્રકાંડવાળી વનસ્પતિ છે. તેમાં હરિતદ્રવ્ય ન હોવાના કારણે પ્રકાશસંશ્લેષણ પ્રક્રિયા કરી શકતી નથી અને પોતે ખોરાક બનાવી શકતી નથી. તે અન્ય મોટા વૃક્ષની શાખાઓ અને ડાળીઓ પર પીળાં રંગની પાતળી દોરીની માફક વીંટળાયેલી જોવા મળે છે. તે વૃક્ષ દ્વારા બનાવેલા ખોરાકનો ઉપયોગ કરી પોષણ મેળવે છે. આથી અમરવેલ પરોપજીવી વનસ્પતિ છે.
9. તફાવતના બે મુદ્દા લખો.
1. સ્વાવલંબી સજીવો અને પરાવલંબી સજીવો
સ્વાવલંબી
સજીવો |
પરાવલંબી
સજીવો |
તેઓ પોતાનો ખોરાક જાતે બંનાવે છે. |
તેઓ પોતાનો ખોરાક જાતે બંનાવે નથી.ખોરાક
માટે વનસ્પતિ કે પ્રાણીઓ પર આધાર રાખે છે. |
તેમનામાં હરિતદ્રવ્ય હોય છે. |
તેમનામાં હરિતદ્રવ્ય હોતું નથી. |
2. પરોપજીવી અને મૃતોપજીવી
પરોપજીવી |
મૃતોપજીવી |
તે યજમાન સજીવ પાસેથી પોતાનું પોષણ
મેળવે છે. |
તે મૃત અને સડતા પદાર્થોમાંથી પોષણ
મેળવે છે. |
અમરવેલ પરોપજીવી વનસ્પતિ છે. |
મોટાભાગની ફૂગ મૃતોપજીવી છે. |
3. લીલ અને ફૂગ
લીલ |
ફૂગ |
તે સ્વાવલંબી છે. |
તે પરાવલંબી (મૃતોપજીવી) છે. |
તેમાં હરિતદ્રવ્ય હોય છે. |
તેમાં હરિતદ્રવ્ય હોતું નથી. |
10. જોડકાં જોડો.
11. નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો.
1. ટૂંક નોંધ લખો : કીટાહારી વનસ્પતિ
કેટલીક વનસ્પતિઓ છે કે જે કીટકોનો શિકાર કરીને તેનું પાચન કરી શકે છે. આ પ્રકારે પોષણ મેળવતી વનસ્પતિને કીટાહારી વનસ્પતિ કહે છે.
કળશપર્ણ, વિનસ મક્ષીપાસ, ડ્રોસેરા વગેરે કીટાહારી વનસ્પતિ છે.
કીટાહારી વનસ્પતિને લીલાં પર્ણો હોય છે. તે પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખોરાક બનાવે છે પરંતુ જ્યાં ઉગે છે ત્યાંથી તેને પૂરતા પોષક તત્વો મળતાં નથી. આથી કીટકોનું ભક્ષણ કરે છે.
કળશપર્ણમાં પર્ણ કળશ જેવી રચનામાં ફેરવાઈ જાય છે. પર્ણનો અગ્રભાગ ઢાંકણ જેવી રચના બનાવે છે, જે કળશના મુખનો ભાગ ખોલી કે બંધ કરી શકે છે. કળશની અંદર વાળ જેવી રચના આવેલી હોય છે, જ્યારે કીટક અંદર પ્રવેશે છે ત્યારે ઢાંકણ બંધ થઈ જાય છે અને કીટક વાળમાં ફસાઈ જાય છે. ત્યારબાદ કીટકનું પાચન થાય છે. આ રીતે કળશપર્ણ વધારાનું પોષણ મેળવે છે.
2. ટૂંક નોંધ લખો : મૃતોપજીવી વનસ્પતિ
જે વનસ્પતિ મૃત અને સડી ગયેલ પદાર્થોમાંથી પોષણ મેળવે છે તેને મૃતોપજીવી વનસ્પતિ કહે છે.
યીસ્ટ, મ્યુકર, બિલાડીનો ટોપ વગેરે મૃતોપજીવી વનસ્પતિઓ છે.
યીસ્ટ એકકોષી ફૂગ છે. તે આથો લાવવા ખોરાકમાં વપરાય છે. મશરૂમ પણ ખોરાકમાં વપરાય છે. મ્યુકર ફૂગ નુકસાનકારક છે જે વાસી બ્રેડ તથા રોટલી પર જોવા મળે છે.
ફૂગના બીજાણુ હવામાં હોય છે અને જ્યારે ભીની અને હૂંફાળી સપાટી પર આવે છે ત્યારે તે અંકુરિત થાય છે અને વૃદ્ધિ પામે છે. ફૂગ અથાણાં, બ્રેડ, કપડાં, પગરખાં કે બીજી ઘણી વસ્તુઓ પર ઊગે છે અને તેમને ખરાબ કરે છે.
Post a Comment