03 પદાર્થોનું અલગીકરણ

 1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી લખો. 

1. અનાજમાંથી કાંકરા દૂર કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? 

A. ચાળવું B. ઊપણવું C. વીણવું D. છડવું 

2. અનાજમાંથી ફોતરાં દૂર કરવા માટે કઈ પદ્ધતિ વપરાય છે?

A. વીણવું B. ઊપણવું C. ચાળવું D. છડવું

3. ઘઉંના લોટમાંથી થૂલું દૂર કરવા માટે કયું સાધન વપરાય છે?

A. સૂપડું B. ચાળણી C. ગળણી D. પૃથક્કરણ ગળણી

4. અનાજ ઊપણવા માટે કયું સાધન વપરાય છે ?

A. સૂપડું B. ચાળણી C. ગળણી D. પૃથક્કરણ ગળણી

5. મીઠાના દ્રાવણમાંથી મીઠું મેળવવા કઈ પદ્ધતિ વપરાય છે?

A. ગાળણ B. નિતારણ C. બાષ્પીભવન D. ઘનીભવન 

6. દરિયાના પાણીમાંથી શુદ્ધ પાણી મેળવવા કઈ બે પદ્ધતિઓ વપરાય છે.

A. ગાળણ અને નિતારણ B. ગાળણ અને બાષ્પીભવન 

C. બાષ્પીભવન અને ઘનીભવન D.નિતારણ અને બાષ્પીભવન

7. નીચેના પૈકી કયા પાણીમાં ખાંડ સૌથી વધુ ઓગળે?

A. ફ્રીજમાંથી લીધેલા પાણીમાં B. ગરમ પાણીમાં 

C. લીંબુનો રસ નાખેલા પાણીમાં D. ખારા પાણીમાં

8. એકબીજામાં ન ભળી શકે તેવા બે પ્રવાહીઓનું મિશ્રણ નીચેના પૈકી કયું છે?

A. પાણી અને આલ્કોહોલ B. પાણી અને કેરોસીન 

 C. કેરોસીન અને પેટ્રોલ D. પાણી અને દૂધ

9. ચોખાના દાણાને  ડુંડામાંથી અલગ કરવાની પદ્ધતિ કઈ છે?

A. ચાળવું B. વીણવું C. ઊપણવું D. છડવું

2. ખાલી જગ્યા પૂરો. 

1. પાણીમાં ભારે અદ્રાવ્ય ઘન પદાર્થ પાત્રને તળિયે એકત્રિત થયો હોય ત્યારે તેને દૂર કરવા નિતારણ પદ્ધતિ વપરાય છે. 

2. ચોક, ખાંડ અને રેતીના મિશ્રણમાં ખાંડ ઘટક પાણીમાં દ્રાવ્ય છે. 

3. રેતી અને પાણીના મિશ્રણમાંથી રેતી દૂર કરવા ગાળણ ની રીત વપરાય છે.

4. દ્રાવણમાંથી દ્રાવ્ય ઘન પદાર્થ મેળવવા માટે બાષ્પીભવન પદ્ધતિ વપરાય છે. 

5. દ્રાવ્ય અને દ્રાવક ના મિશ્રણને દ્રાવણ કહે છે.

3. નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર લખો. 

1. અલગીકરણની કઈ પદ્ધતિમાં ગાળણપત્ર નો ઉપયોગ કરવો પડે છે?

2. કઈ પદ્ધતિમાં અનાજમાં રહેલા હલકા ઘટકોને પવન વડે અલગ કરવામાં આવે છે. 

3. ખેડૂતો સામાન્ય રીતે કઈ પદ્ધતિ નો ઉપયોગ દાણામાંથી મોટા કાંકરા દૂર કરવા માટે કરે છે?

4. સંચ્યા વડે કાઢેલા ફળના રસમાંથી બી અથવા માવાનો ગર દૂર કરવા કઈ પદ્ધતિ વપરાય છે?

5. પાણીમાં અદ્રાવ્ય માટી અને રેતીના કણો પાત્રના તળિયે એકત્રિત થાય છે તેને શું કહે છે?

4. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. 

1. પાણીમાં ઓગળેલા પદાર્થને ગાળણ ક્રિયા વડે દૂર કરી શકાય છે.

2. ખાંડના દ્રાવણમાં ખાંડ દ્રાવ્ય અને પાણી દ્રાવક છે. 

3. ખાંડ અને મીઠાના મિશ્રણમાંથી બંનેને બાષ્પીભવનની રીત વડે અલગ કરી શકાય છે.

4. સંતૃપ્ત દ્રાવણમાં સહેજ વધુ દ્રાવ્ય પદાર્થ નાખવાથી તે ઓગળતો નથી.

5. કેરોસીન અને પાણીના મિશ્રણમાં પાણી કેરોસીન ઉપર તરે છે.


5. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. 

1. દરિયાના પાણીમાંથી મીઠું મેળવવા કઈ પદ્ધતિ વપરાય છે? 

Ans: બાષ્પીભવન અને ઘનીભવન 

2. અનાજમાંથી ફોતરાં દૂર કરવા કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે?

Ans: ઊપણવું 

3. કઈ પદ્ધતિ વડે પાણી અને તેલના મિશ્રણમાંથી અલગ કરી શકાય છે? 

Ans: નિતારણ 

4. પાણીમાંથી અદ્રાવ્ય ઘન પદાર્થો છૂટા પાડવા માટે વધુ યોગ્ય પદ્ધતિ કઈ છે? 

Ans: ગાળણ

5. એકબીજામાં ન ભળે એવાં બે પ્રવાહી મિશ્રણ જણાવો. 

Ans: 👉 તેલ અને પાણીનું મિશ્રણ

👉પાણી અને કેરોસીનનું મિશ્રણ 

6. પાણીની વરાળનું તેના પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થવાની ક્રિયાને શું કહે છે? 

Ans: ઘનીભવન 

7. દહીંને વલોવીને શું મેળવી શકાય? 

Ans: માખણ અને છાશ 


6. વ્યાખ્યા આપો. 

1. બાષ્પીભવન 

પાણીને વરાળમાં રૂપાંતર કરવાની ક્રિયાને બાષ્પીભવન કહે છે.

2. ઘનીભવન

પાણીની વરાળનું તેના પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થવાની ક્રિયાને ઘનીભવન કહે છે.

3. સંતૃપ્ત દ્રાવણ 

ચોક્કસ તાપમાને જે દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થ વધુમાં વધુ ઓગળેલ હોય અને હવે પછી વધુ દ્રાવ્ય ઓગાળી શકાય નહિ તે દ્રાવણને સંતૃપ્ત દ્રાવણ કહે છે.

4. અલગીકરણ 

મિશ્રણના ઘટકોને છૂટા પાડવાની પદ્ધતિને અલગીકરણ કહે છે.

7. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. 

1. મિશ્રણના ઘટકોને છૂટા પાડવા શા માટે જરૂરી છે? 

Ans: 

મિશ્રણમાં રહેલા બિનજરૂરી અને હાનિકારક ઘટકો દૂર કરવા. ઉદા. ઘઉંમાંથી ફોતરાં અને કાંકરા દૂર કરવા.

મિશ્રણમાં રહેલા બે કે વધુ ઉપયોગી ઘટકો અલગ કરી તેને ઉપયોગમાં લેવા. ઉદા. દહીંને વલોવીને તેમાંથી ઉપયોગી ઘટકો માખણ અને છાશ અલગ કરવા

પદાર્થને શુદ્ધ સ્વરૂપમાં મેળવવા. ઉદા. રાઈ, તલ, મગ જેવા ખાદ્ય પદાર્થોને પાણી વડે ધોઈ તે પાણીને દૂર કરી જરૂરી પદાર્થો શુદ્ધ કરવા.





2. વીણવાની રીત વિશે ટૂંકમાં સમજૂતી આપો. 

Ans:

3. ઊપણવું એટલે શું? તેનો ઉપયોગ ક્યાં થાય છે? 

Ans:

4. ચાળવું એટલે શું? તેનો ઉપયોગ ક્યાં થાય છે? 

Ans:

5. છડવાની રીત વિશે ટૂંકમાં સમજૂતી આપો.

Ans:

6. ગાળણ માટે વપરાતાં સાધનોના નામ લખો.

Ans:

7. મિશ્રણના ઘટકોના અલગીકરણ માટેની પદ્ધતિઓ જણાવો. 

Ans:

8. દરિયાના પાણીમાંથી મીઠું કેવી રીતે મેળવવામાં આવે છે? 

Ans:

9. દરિયાના પાણીમાંથી શુદ્ધ પાણી કેવી રીતે મેળવવામાં આવે છે? 

Ans:

10. ઘઉંના લોટમાં મિશ્ર થયેલી ખાંડને અલગ કરવી શક્ય છે? જો હા, તો તમે તે કઈ રીતે કરશો? 

Ans:

11. રસોઈ કરતા પહેલાં કઠોળમાંથી ફોતરા તથા રજકણોને તમે કઈ રીતે દૂર કરશો? 

Ans:

8. તફાવતના બે મુદ્દા આપો 

9. જોડકાં જોડો 

10. નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો. 

1. રેતી અને પાણીને તેના મિશ્રણમાંથી તમે કઈ રીતે અલગ કરશો? 

Ans:

2. ડહોળા પાણીના નમુનામાંથી ચોખ્ખું પાણી કઈ રીતે મેળવશો?

Ans:

Post a Comment

Previous Post Next Post