1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી લખો.
1. નીચેના પૈકી કઈ વસ્તુ ગોળાકાર છે?
A. પેન્સિલ B. કંપાસ બોક્સ C. તપેલી D. સફરજન
2. નીચેના પૈકી કઈ વસ્તુ લોખંડની બનેલી હોય છે?
A. બૉલપેન B. સાણસી C. દફ્તર D. ચશ્માં
3. નીચેના પૈકી કઈ વસ્તુ ચામડાની બનેલી હોય છે?
A. માપપટ્ટી B. સ્લિપર C. પટ્ટો D. ફ્રેમ
4. નીચેના પૈકી કયો પદાર્થ ચળકાટ ધરાવે છે?
A. પ્લાસ્ટિક B. લાકડું C. એલ્યુમિનિયમ D. ચામડું
5. નીચેના પૈકી કયો પદાર્થ પાણીમાં દ્રાવ્ય નથી?
A. ખાંડ B. મીઠું C. રેતી D. કોપર સલ્ફેટ
6. નીચેના પૈકી કયો પદાર્થ પાણીમાં દ્રાવ્ય છે?
A. રેતી B. ખાંડ C. ચોક D. મીણ
7. નીચેના પૈકી કયો પદાર્થ પાણી પર તરે છે?
A. લોખંડ B. કાચ C. બરફ D. રેતી
8. નીચેના પૈકી કયું પ્રવાહી પાણીમાં મિશ્રિત થઈ જાય છે?
A. વિનેગર B. કેરોસીન C. કોપરેલ D. દિવેલ
9. નીચેના પૈકી કયો પદાર્થ પારભાસક છે?
A. ચશ્માંનો કાચ B. દુધિયો કાચ C. પાણી D. અરીસાનો કાચ
10. નીચેના પૈકી કયો પદાર્થ અપારદર્શક છે?
A. કાચ B. પાણી C. આસપહાણ D. દુધિયો કાચ
2. ખાલી જગ્યા પૂરો.
1. રસોઈ માટેના ધાતુનાં બનેલા હોય છે.
2. પાણીમાં દ્રાવ્ય ઓક્સિજન વાયુ પાણીમાં રહેતા પ્રાણીઓનાં જીવન ટકાવી રાખવા માટે અગત્યનો છે.
3. એવા પદાર્થો જેની આરપાર આપણે વસ્તુઓને જોઈ શકતા નથી, તેમને અપારદર્શક પદાર્થો કહે છે.
3. નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર લખો.
1. ગોળાકાર વસ્તુઓનાં બે નામ લખો.
2. પ્લાસ્ટિકની વસ્તુઓનાં બે નામ લખો.
3. કાચની વસ્તુઓનાં બે નામ લખો.
4. પાણીમાં દ્રાવ્ય હોય તેવા ઘન પદાર્થોનાં બે નામ લખો.
5. પારદર્શક પદાર્થોનાં બે નામ લખો.
4. નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો.
1. ચોક પાણીમાં દ્રાવ્ય છે.
2. લોખંડની ખીલી પાણીમાં તરે છે.
3. બરફનો મોટો ટુકડો પાણીમાં ડૂબી જાય છે.
4. ધાતુ ચળકાટ ધરાવે છે.
5. પેટ્રોલ પાણીમાં મિશ્રિત થઈ જાય છે.
6. સરકો પાણીમાં દ્રાવ્ય હોય છે.
5. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો.
1. કોઈ વસ્તુને બનાવવા માટે પદાર્થની પસંદગી કઈ બાબતો પર આધાર રાખે છે?
2. પદાર્થ કોને કહેવાય?
3. પાણીમાં દ્રાવ્ય ઓક્સિજન વાયુ કઈ રીતે અગત્યનો છે?
4. પાણી પર તરી શકે તેવી વસ્તુઓના બે ઉદાહરણ આપો.
5. નરમ પદાર્થો કોને કહેવાય?
6. વ્યાખ્યા આપો : પારભાસક પદાર્થો
6. નીચેનામાંથી અસંગત શબ્દ નીચે લીટી દોરો.
1. ખુરશી, પલંગ, ટેબલ, બાળક, કબાટ
2. ગુલાબ, ચમેલી, હોડી, હજારીગલ, કમળ
3. લોખંડ, તાંબુ, ચાંદી, લાકડું, એલ્યુમિનિયમ
4. રેતી, ખાંડ, મીઠું, કોપર સલ્ફેટ, સોડા
7. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો.
1. વસ્તુઓનાં જૂથ કયા કયા ગુણધર્મોના આધારે પાડવામાં આવે છે?
2. વસ્તુઓનાં જૂથ બનાવવાના ફાયદા જણાવો.
8. વર્ગીકરણ કરો.
1. નીચેની વસ્તુઓનું ચળકાટવાળી અને ચળકાટ વગરની વસ્તુઓમાં વર્ગીકરણ કરો.
લોખંડ, ઈંટ, પથ્થર, તાંબું, ઍલ્યુમિનિયમ, લાકડું, માટલું, ચાંદી
ચળકાટવાળી વસ્તુઓ :
ચળકાટ વગરની વસ્તુઓ :
2. નીચેના પદાર્થોનું પાણીમાં દ્રાવ્ય અને પાણીમાં અદ્રાવ્ય પદાર્થોમાં વર્ગીકરણ કરો.
કૉપર સલ્ફેટ, કાચ, લોખંડનો ભૂકો, ફટકડી, ધોવાના સોડા, તેલ, પ્લાસ્ટિક, મીઠું
પાણીમાં દ્રાવ્ય પદાર્થો :
પાણીમાં અદ્રાવ્ય પદાર્થો :
9. જોડકાં જોડો.
Post a Comment