1. નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી લખો.
Hii
1. નીચેના પૈકી કયો આહારનો ઘટક નથી?
A. પ્રોટીન B. ચરબી C. કાર્બોદિત D. પાચક રેસા
2. ખાધ પદાર્થમાં કયા ઘટકનું પરીક્ષણ કરવા આયોડીનના દ્રાવણનો ઉપયોગ થાય છે?
A. ચરબી B. સ્ટાર્ચ C. પ્રોટીન D. વિટામિન
3. નીચેના પૈકી કયા આહારમાંથી કાર્બોદિત વધુ પ્રમાણમાં મળે છે?
A. દાળ B. ભાત C. શાકભાજી D. ફળ
4. તૈલી પદાર્થોમાંથી આહારનો કયો ઘટક મળે છે?
A. કાર્બોદિત B. પ્રોટીન C. ચરબી D. વિટામિન
5.આપણા શરીરનો બંધારણીય ઘટક કયો છે?
A. કાર્બોદિત B. ચરબી C. પ્રોટીન D. વિટામિન
6. કોને સંપૂર્ણ આહાર કહે છે?
A. ધાન્ય B. કઠોળ C. ફળો D. દૂધ
7. વિટામિન B ની ઊણપથી કયો રોગ થાય છે?
A.સ્કર્વી B. સુકતાન C. બેરીબેરી D. ગોઇટર
8. કયા વિટામીનની ઊણપથી દાંતના પેઢામાંથી રુધિર નીકળે છે?
A. વિટામિન A B. વિટામિન B C. વિટામિન C D. વિટામિન D
9. કયા વિટામિનની ઊણપથી હાડકાં પોચાં અને વાંકા થઈ જાય છે?
A. વિટામિન A B. વિટામિન B C. વિટામિન C D. વિટામિન D
10. આહારમાં આયોડિનની ઊણપથી થતો રોગ કયો છે?
A. સ્કર્વી B. ગોઈટર C. સુકતાન D. એનીમિયા
11. હાડકાંના બંધારણ માટે કયો ખનીજ ક્ષાર જરૂરી છે?
A. આયર્ન B. કેલ્શિયમ C. આયોડિન D. સોડિયમ
12. સુકતાન શાને લગતો રોગ છે?
A. આંખ B. દાંત C. સ્નાયુ D. હાડકાં
2. ખાલી જગ્યા પૂરો.
1. સુકતાન વિટામિન D ની ઊણપથી થાય છે.
2. વિટામિન B ની ઊણપથી બેરીબેરીનો રોગ થાય છે.
3. વિટામિન C ની ઊણપથી થતો રોગ સ્કર્વી નામે ઓળખાય છે.
4. આપણા આહારમાં વિટામિન A ના અભાવથી રતાંધળાપણું થાય છે.
5. ચોખા એ કાર્બોદિત સમૃદ્ધ ખોરાક છે.
3. નીચે આપેલાનાં નામ આપો.
1. પોષક દ્રવ્યો કે જે આપણા શરીરને મુખ્યત્વે ઊર્જા પ્રદાન કરે છે.
Ans: કાર્બોદિત અને ચરબી
2. પોષક દ્રવ્યો કે જે આપણા શરીરને વૃદ્ધિ અને જાળવણી માટે જરૂરી છે.
Ans: પ્રોટીન
3. વિટામિન કે જે આપણી સારી દ્રષ્ટિ માટે જવાબદાર છે.
Ans: વિટામિન A
4. ખનીજ ક્ષારો કે જે હાડકાંને સ્વસ્થ રાખવા માટે આવશ્યક છે.
Ans: કેલ્શિયમ અને ફોસ્ફરસ
5.વિટામિન કે જે હાડકાંની મજબૂતાઈ માટે આવશ્યક છે.
Ans: વિટામિન D
4 .નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર લખો.
1.ઘઉંના લોટ પર આયોડિનના દ્રાવણના બે-ત્રણ ટીપાં નાખતાં તે કયા રંગનો બને છે?
Ans: ભૂરો -કાળો
2.આહારમાંના કાર્બોદિત પદાર્થો કયાં બે સ્વરૂપમાં હોય છે?
Ans: સ્ટાર્ચ, શર્કરા
3.આહારનો કયો ઘટક કાર્બોદિતની સરખામણીમાં બમણી કે તેથી વધુ શક્તિ આપે છે?
Ans: ચરબી
4.આહારના કયા ઘટકયુક્ત ખોરાકને 'શરીરવર્ધક ખોરાક' પણ કહે છે?
Ans: પ્રોટીન
5. આહારનો કયો ઘટક શરીરને રોગો સામે રક્ષણ આપે છે?
Ans: વિટામિન
6. આમળામાં કયુ વિટામિન વધુ પ્રમાણમાં હોય છે?
Ans: વિટામિન C
7. સૂર્યનાં કોમળ કિરણો આપણા શરીર પર પડવાથી શરીરમાં કયું વિટામિન ઉત્પન્ન થાય છે?
Ans: વિટામિન D
8. દૂધમાં કયું વિટામિન હોતું નથી?
Ans: વિટામિન C
9. ખાટાં ફળોમાં કયું વિટામિન વધુ પ્રમાણમાં મળે છે?
Ans: વિટામિન C
10. સુકતાન કયા વિટામિનની ઊણપથી થતો રોગ છે?
Ans: વિટામિન D
11. ગોઈટર કયા ખનીજ ક્ષારની ઊણપથી થતો રોગ છે?
Ans: આયોડીન
12. એનીમિયા કયા ખનીજ ક્ષારની ઊણપથી થતો રોગ છે?
Ans: આયર્ન
13. કોપર સલ્ફેટનું દ્રાવણ કેવા રંગનું હોય છે?
Ans: વાદળી
5.નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો.
1.આયોડિનનું દ્રાવણ પીળા રંગનું હોય છે.
2. આહાર નો મુખ્ય ઘટક કાર્બોદિતને ગણવામાં આવે છે.
3. ઈડલી અને ઢોકળાં આથવણવાળો ખોરાક છે.
4. વિટામિન A આંખ અને ત્વચાને તંદુરસ્ત રાખે છે.
5. ખાટાં ફળોમાં વિટામિન C રહેલું છે.
6. એ ખનીજ ક્ષારની ઊણપથી થતો રોગ છે.
6. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો.
1. આહારના મુખ્ય પોષક તત્વો કયા કયા છે?
Ans : આહારના મુખ્ય પોષક દ્રવ્યો કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન અને ખનીજ ક્ષારો છે.
2. કયા પોષક દ્રવ્યોયુક્ત ખોરાકને ઊર્જા આપનાર ખોરાક કહે છે ?
Ans : ચરબી અને કાર્બોદિતયુક્ત ખોરાકને ‘ઊર્જા આપનાર ખોરાક’ કહે છે.
3. સ્ટાર્ચ આયોડિનના દ્રાવણ સાથે કયો રંગ આપે છે?
Ans : સ્ટાર્ચ આયોડિનના દ્રાવણ સાથે ભૂરો- કાળો રંગ આપે છે.
4. આહારમાં કયા પોષક દ્રવ્યોની અલ્પ માત્રામાં આવશ્યકતા રહેલી છે?
Ans : આહારમાં વિટામિનો અને ખનીજ ક્ષારોની અલ્પ માત્રામાં આવશ્યકતા રહેલી છે.
5. આપણા આહારમાં જરૂરી અગત્યના ખનીજ ક્ષારોના નામ આપો.
Ans : કેલ્શિયમ, આયર્ન, આયોડિન, ફૉસ્ફરસ
7. વ્યાખ્યા આપો.
1. સમતોલ આહાર
Ans : જે આહારમાં ખોરાકના બધા જ પોષક દ્રવ્યો પૂરતા પ્રમાણમાં આવેલા હોય અને તેનાથી પૂરતું પોષણ મળી રહે તેવા આહારને સમતોલ આહાર કહે છે.
2. ત્રુટીજન્ય રોગ
Ans : આહારમાં એક કે વધુ પોષક દ્રવ્યોની ઊણપ લાંબા સમય સુધી રહેવાથી જે ખામી કે રોગ થાય છે તેને ત્રુટીજન્ય રોગ કહે છે.
8. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો.
1. કયા ખાદ્ય પદાર્થોમાંથી આપણને કાર્બોદિત મળે છે?
Ans 👉 ઘઉં, ચોખા, બાજરી, મકાઈ જેવા ધાન્યો
👉 બટાટા અને શક્કરિયાં જેવા કંદમૂળ
👉 શેરડી, ગોળ, મધ જેવા ગળ્યાં પદાર્થો
👉 ચીકુ, કેળા, સફરજન જેવા ગળ્યાં ફળો.
2. ચરબીના સ્ત્રોત જણાવો.
Ans👉 મગફળી, તલ, કોપરું, તેલ જેવા વનસ્પતિજ તૈલી પદાર્થો
👉 કાજુ, બદામ, અખરોટ જેવા સુકા મેવા
👉 દૂધ, દૂધની બનાવટો, ઘી, ઈંડા માંસ અને માછલી જેવા પ્રાણીજ પદાર્થો.
3. ચરબીની અગત્ય જણાવો.
Ans👉 તે શરીરને ગરમી અને શક્તિ પૂરી પાડે છે.
👉 વધારાની ચરબી શરીરમાં ચામડી નીચે જમા થાય છે.તેનો ઉપયોગ વિષમ પરિસ્થિતિમાં પોષણ મેળવવામાં તેમજ ઠંડી સામે રક્ષણ મેળવવા માટે થાય છે.
👉તે વિટામિન A, D,E અને K જેવાં ચરબી દ્રાવ્ય વિટામિનોના અભિશોષણ માટે જરૂરી છે.
4.પ્રોટીનની અગત્ય જણાવો.
Ans:
5.વિટામિન B ના સ્ત્રોત જણાવી તેની અગત્ય લખો.
Ans:
વિટામિન B ના સ્ત્રોત :
👉 દૂધ,માંસ,લીલાં પાંદડાંવાળા શાકભાજી,આખા ધાન્ય, ટામેટાં,મગફળી અને ફણગાવેલા કઠોળ
વિટામિન B અગત્ય :
👉 ચેતાતંત્ર અને પાચનક્રિયાની કાર્ય ક્ષમતા વધારવા માટે જરૂરી છે.
👉કોષો અને સ્નાયુઓની ક્રિયાશીલતા માટે ઊપયોગી છે.
6. વિટામિન C ના સ્ત્રોત જણાવી તેની અગત્ય લખો.
Ans:
વિટામિન C ના સ્ત્રોત :
👉 આમળાં, લીંબુ, મોસંબી, નારંગી જેવા ખાટાં ફળો
વિટામિન C અગત્ય :
👉 રોગપ્રતિકારક શક્તિ માટે
👉 દાંતના પેઢાંના તંદુરસ્ત વિકાસ માટે
7. આપણા શરીરમાં પાણીની અગત્ય જણાવો.
Ans:
👉 શરીરનું તાપમાન જાળવી રાખવામાં મદદ કરે છે.
👉 શરીરમાં વાયુઓ, પોષક દ્રવ્યો અને ઉત્સર્ગ દ્રવ્યોના વહનમાં જરૂરી છે.
8. ખોરાક રાંધતી વખતે તેના પોષક દ્રવ્યો નાશ ન પામે તે માટે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ?
Ans:
👉 ખોરાક રાંધવા ઉપયોગમાં લેવાતા ચોખા તથા દાળને વારંવાર ધોવા ન જોઈએ.
👉 શાકભાજી અને ફળોની છાલ કાઢી નાખવી ન જોઈએ.
👉 પૉલીશ કરેલા ચોખા વાપરવા ન જોઈએ.
👉 રાંધવામાં જરૂરી પાણી લેવું. વધારે પાણી લઈ ભાતને ઓસાવવામાં આવે તો ઓસમાણ કાઢી લેવું પડે છે આથી પોષક તત્વો ગુમાવાય છે.
👉 ખોરાકને વધુ પડતો રાંધવો ન જોઈએ.
9. વૈજ્ઞાનિક કારણો આપી સમજાવો.
1. નાનાં બાળકોને પ્રોટીનયુક્ત આહાર આપવો જોઈએ.
Ans:
👉 નાનાં બાળકોના શરીરની વૃદ્ધિ ઝડપી હોય છે.વૃદ્ધિ દરમિયાન નવી માંસપેશીઓનું સર્જન થાય છે. આ માટે પ્રોટીન જરૂરી છે.
👉 બાળકના શરીરમાં જૈવિક ક્રિયાઓનું નિયમન થાય તે માટે પ્રોટીન જરૂરી છે.
તેથી નાનાં બાળકોને પ્રોટીનયુક્ત આહાર આપવો જોઈએ.
2. બાળકોને સૂર્યના કુમળા તડકામાં રમવા દેવા જોઈએ.
Ans:
👉 બાળકના શરીરમાં હાડકાંની વૃદ્ધિ અને મજબૂતાઈ માટે વિટામિન D ખૂબ જરૂરી છે.
👉 આ વિટામિન સવારના અને સાંજના સૂર્યના કુમળા તડકામાં રહેવાથી મળે છે.
👉 સૂર્યના કિરણો ચામડી પર પડતા ચામડીમાં વિટામિન D ઉત્પન્ન થાય છે.
👉 વિટામિન D મળવાથી બાળકને સુકતાનનો રોગ થતો નથી.
તેથી બાળકોને સૂર્યના કુમળા તડકામાં રમવા દેવા જોઈએ.
3. આહારમાં લીલાં પાંદડાંવાળા શાકભાજી લેવાં જોઈએ.
Ans:
👉 લીલાં પાંદડાંવાળા શાકભાજીમાંથી આપણા શરીરને જરૂરી વિટામીન અને ખનીજ ક્ષાર પૂરતા પ્રમાણમાં મળી રહે છે.
👉લીલાં પાંદડાંવાળા શાકભાજીમાં રહેલા રેસાઓ ખોરાકને અન્ન માર્ગમાં આગળ વધવામાં અને અપાચિત ખોરાકની સરળતાથી દૂર કરવામાં સહાયક બને છે.
તેથી આહારમાં લીલાં પાંદડાંવાળા શાકભાજી લેવાં જોઈએ.
4. દૂધ સંપૂર્ણ આહાર છે.
Ans:
👉 દૂધમાં કાર્બોદિત, ચરબી, પ્રોટીન, ખનીજ ક્ષારો અને વિટામિન હોય છે.
👉 દૂધમાં આહાર ના બધા જ પોષક દ્રવ્યો હોય છે.
👉 ફક્ત દૂધ લેવાથી શરીરના પોષણ માટે જરૂરી આહારના બધા જ પોષક દ્રવ્યો મળી રહે છે. તેથી દૂધ સંપૂર્ણ આહાર કહેવાય છે.
10. તફાવતના બે મુદ્દા આપો.
કાર્બોદિત |
ચરબી |
તે ઘઉં,બાજરી
ચોખા જેવાં ધાન્યોમાંથી અને ગોળ,
ખાંડ જેવાં ગળ્યા પદાર્થોમાંથી મળે છે. |
તે દૂધ, માખણ, ઇંડા, માંસ, ઘી તેમજ મગફળી, ખાદ્યતેલ જેવા
તૈલી પદાર્થોમાંથી મળે છે. |
તે ચરબી
કરતાં પ્રમાણમાં ઓછી શક્તિ આપે છે. |
તે કાર્બોદિત
કરતાં બમણી કે તેથી વધુ શક્તિ આપે છે. |
વિટામીન
C |
વિટામીન
D |
તે ખાટા
ફળોમાંથી મળી રહે છે. |
તે દૂધ, માખણ, ઇંડા, માછલી, માછલીનું તેલ અને સૂર્યપ્રકાશમાંથી
મળી રહે છે. |
તેની ઊણપથી
સ્કર્વીનો રોગ થાય છે. |
તેની ઊણપથી
સુકતાનનો રોગ થાય છે. |
11. બે એવા ખાદ્ય પદાર્થનાં નામ લખો કે જેમાં નીચે આપેલ પોષક દ્રવ્ય પૂરતી માત્રામાં ઉપલબ્ધ હોય છે.
1. કેલ્શિયમ :
2. વિટામિન A :
3. પાચક રેસા :
4. પ્રોટીન :
12. જોડકાં જોડો.
13. નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો.
1. આહારના પોષક દ્રવ્યોના નામ આપી દરેક પોષક દ્રવ્યનું કાર્ય સમજાવો.
Ans:
2. ટુંક નોંધ લખો : વિટામિનો અને તેની અગત્ય
Ans:
વિટામિનો
👉 આપણા શરીરને વિટામિનોની અલ્પ માત્રામાં આવશ્યકતા રહેલી છે.
👉 વિટામિનો ઘણા પ્રકારના છે. તેમાંથી વિટામિન A, વિટામિન B, વિટામિન C , વિટામિન D મુખ્ય છે. આ ઉપરાંત વિટામિન E અને વિટામિન K છે
👉વિટામિન B અને વિટામિન C પાણીમાં દ્રાવ્ય હોવાથી તેમને જલદ્રાવ્ય વિટામિનો કહેવાય છે.
👉વિટામિન A,વિટામિન D, E અને વિટામિન K ચરબીમાં દ્રવ્ય હોવાથી તેમને ચરબીદ્રાવ્ય વિટામિનો કહેવાય છે.
👉 વિટામિનોના મુખ્ય સ્ત્રોત લીલાં શાકભાજી અને ફળો છે. આ ઉપરાંત દૂધ, ઈંડા, માંસ અને માછલીઓમાંથી પણ મળે છે.
👉 આપણું શરીર સૂર્યપ્રકાશની હાજરીમાં વિટામિન D નું સંશ્લેષણ કરે છે.
વિટામિનોની અગત્ય
👉 વિટામિન A આંખો અને ત્વચાને તંદુરસ્ત રાખે છે.
👉 વિટામિન B ચેતાતંત્ર અને પાચનક્રિયાની કાર્ય ક્ષમતા વધારવા માટે જરૂરી છે.
👉 વિટામિન C રોગપ્રતિકારક શક્તિ માટે તેમજ દાંતના પેઢાંના તંદુરસ્ત વિકાસ માટે
👉 વિટામિન D હાડકાંની યોગ્ય વૃદ્ધિ માટે જરૂરી છે.
આમ, વિટામિન શરીરને રોગોથી રક્ષણ આપે છે તથા નિરોગી અને તંદુરસ્ત રાખે છે.
Post a Comment